ભારત એશિયા કપ હોકી ટુર્નામેન્ટના સુપર ફોર તબક્કામાં પહોંચી ગયું છે. ગઈકાલે બિહારના રાજગીર ખાતે પૂલ-એમાં ભારતે જાપાનને 3-2થી હરાવીને આગળના રાઉન્ડમાં જગ્યા બનાવી હતી. ભારતીય ટીમના કેપ્ટન હરમનપ્રીત સિંહે પોતાનું શાનદાર પ્રદર્શન ચાલુ રાખ્યું અને બે ગોલ કરીને પોતાની ટીમનો સતત બીજો વિજય સુનિશ્ચિત કર્યો. ભારતીય ટીમના ગોલકીપર કૃષ્ણ બહાદુર પાઠકે પ્રશંસનીય પ્રદર્શન કર્યું અને વિરોધી ટીમના આક્રમણને નિષ્ફળ બનાવ્યા.
જાપાન માટે, કાવાબેએ છેલ્લી ક્ષણોમાં બે ગોલ કરીને મેચને રોમાંચક બનાવી, પરંતુ ભારતીય ખેલાડીઓએ જાપાની ટીમને અંત સુધી નિયંત્રણમાં રાખી અને મેચ જીતી લીધી. ભારતના અભિષેકને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો
Site Admin | સપ્ટેમ્બર 1, 2025 8:36 એ એમ (AM)
ભારત એશિયા કપ હોકી ટુર્નામેન્ટના સુપર ફોર તબક્કામાં પહોંચી ગયું છે
