ભારત-ઇન્ડોનેશિયા સંયુક્ત સ્પેશિયલ ફોર્સ એક્સરસાઇઝ ગરુડ શક્તિ 24ની 9મી આવૃત્તિમાં ભાગ લેવા 25 જવાનોની ભારતીય સેનાની ટુકડી આજે જકાર્તા જવા રવાના થઈ છે. આ કવાયત 12 નવેમ્બર સુધી હાથ ધરાશે. ભારતીય ટુકડીનું પ્રતિનિધિત્વ ધ પેરાશૂટ રેજિમેન્ટના સૈનિકો દ્વારા કરાય છે અને ઇન્ડોનેશિયન ટુકડીનું પ્રતિનિધિત્વ ઇન્ડોનેશિયન સ્પેશિયલ ફોર્સિસ કોપાસસ દ્વારા કરવામાં આવે છે જેમાં 40 જવાનોનો સમાવેશ થાય છે.
કવાયતનો ઉદ્દેશ્ય બંને પક્ષોને એકબીજાની ઓપરેટિંગ પ્રક્રિયાઓથી પરિચિત કરાવવાનો, બંને સેનાઓના વિશેષ દળો વચ્ચે પરસ્પર સમજણ, સહયોગ અને આંતર સંચાલન ક્ષમતા વધારવાનો છે. આ કવાયત દ્વિપક્ષીય સૈન્ય સહયોગ વિકસાવવા અને ચર્ચાઓ અને વ્યૂહાત્મક લશ્કરી કવાયતના રિહર્સલ દ્વારા બે સેનાઓ વચ્ચેના સંબંધોને મજબૂત કરવા માટે રચાયેલ છે.
Site Admin | નવેમ્બર 1, 2024 2:43 પી એમ(PM)
ભારત-ઇન્ડોનેશિયા સંયુક્ત સ્પેશિયલ ફોર્સ એક્સરસાઇઝ ગરુડ શક્તિ 24ની 9મી આવૃત્તિમાં ભાગ લેવા 25 જવાનોની ભારતીય સેનાની ટુકડી આજે જકાર્તા જવા રવાના થઈ
