વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી ડો. જિતેન્દ્ર સિંહે કહ્યું છે કે ભારત આવતા મહિને શ્રીહરિકોટાસ્પેસ સ્ટેશનથી પ્રોબા-3 નામનું યુરોપિયન સ્પેસ એજન્સી મિશન લોન્ચ કરશે. આ મિશન સૂર્યમંડળનો અભ્યાસ કરશે આજે નવીદિલ્હીમાં ઈન્ડિયન સ્પેસ કોન્ક્લેવ 3.0ને સંબોધતા કેન્દ્રીયમંત્રીએ કહ્યું કે કે દેશમાં લગભગ દરેક ક્ષેત્ર સ્પેસ ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે સ્પેસ ટેક્નોલોજી નેવિગેશન, સેટેલાઇટ ઇમેજિંગ, ટેરેનમેપિંગ વગેરેનું પ્રદાન કરીને સ્માર્ટ સિટીના નિર્માણને પણ પ્રોત્સાહન આપે છે.મંત્રીએ આગામી વર્ષોમાં વૈશ્વિક અવકાશ અર્થતંત્રમાં તેમનું યોગદાન 2 ટકાથી વધારીને 10 ટકા કરવાના ભારતના વિઝનને પણ રજૂ કર્યુ હતું
Site Admin | નવેમ્બર 5, 2024 6:02 પી એમ(PM)
ભારત આવતા મહિને શ્રીહરિકોટાસ્પેસ સ્ટેશનથી પ્રોબા-3 નામનું યુરોપિયન સ્પેસ એજન્સી મિશન લોન્ચ કરશે :વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી ડો. જિતેન્દ્ર સિંહ
