ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે ભારત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI આર્કિટેક્ચર, એપ્લિકેશન, મોડેલ, ચિપ, ઇન્ફ્રા અને ઉર્જાના પાંચેય સ્તરો પર કામ કરી રહ્યું છે.દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ ખાતે એક સત્રને સંબોધતા શ્રી વૈષ્ણવે કહ્યું કે ભારત વૈશ્વિક AI સેવાઓ માટે પાયો બનાવી રહ્યું છે. મંત્રીએ આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળના વડાની ભારતને બીજા સ્તરની AI શક્તિ ગણાવવાની ટિપ્પણીને સખત રીતે નકારી કાઢી. સ્ટેનફોર્ડ રેન્કિંગનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે ભારત AI તૈયારીમાં વૈશ્વિક સ્તરે ત્રીજા ક્રમે છે.શ્રી વૈષ્ણવે ભારતની સેમિકન્ડક્ટર વ્યૂહરચનાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે વૈશ્વિક ચિપ વોલ્યુમનો લગભગ 75 ટકા હિસ્સો 28 થી 90 નેનોમીટર રેન્જમાં છે. આ ચિપ ઇલેક્ટ્રિક વાહનો, ઓટોમોબાઇલ્સ, રેલ્વે, સંરક્ષણ પ્રણાલીઓ, ટેલિકોમ સાધનો અને ગ્રાહક ઇલેક્ટ્રોનિક્સ વપરાય છે.ભારત 2030 સુધીમાં 7-નેનો મીટર ટેકનોલોજી વિકસાવવાનો નિર્ધાર કર્યો છે.
Site Admin | જાન્યુઆરી 22, 2026 9:12 એ એમ (AM)
ભારત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI આર્કિટેક્ચર, એપ્લિકેશન, મોડેલ, ચિપ, ઇન્ફ્રા અને ઉર્જાના પાંચેય સ્તરો પર કામ કરી રહ્યું હોવાનું દાવોસમાં જણાવતા અશ્વિની વૈષ્ણવ