નવેમ્બર 26, 2025 8:45 એ એમ (AM)

printer

ભારત આજે રશિયાના નેતૃત્વ હેઠળના યુરેશિયન આર્થિક સંઘ સાથે મુક્ત વેપાર કરાર માટે ઔપચારિક વાટાઘાટો શરૂ કરશે

ભારત આજે રશિયાના નેતૃત્વ હેઠળનાયુરેશિયન આર્થિક સંઘ સાથે મુક્ત વેપાર કરાર માટે ઔપચારિક વાટાઘાટો શરૂ કરશે. વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે જાહેરાતકરી છે કે રશિયા, આર્મેનિયા, બેલારુસ, કઝાકિસ્તાન અને કિર્ગિસ્તાન સહિત પાંચસભ્યોના યુરેશિયન આર્થિક સંઘ જૂથ સાથે મુક્ત વેપાર કરાર (FTA) પર ચર્ચા, 20 ઓગસ્ટ, 2025 સંદર્ભની શરતો પર હસ્તાક્ષર કર્યા પછી નવી દિલ્હીમાં શરૂ થશે. આ શરતોભારતીય વ્યવસાયો માટે નવા બજારો ખોલવા પર કેન્દ્રિત 18 મહિનાના રોડમેપની રૂપરેખા આપે છે. આ પહેલ મહત્વપૂર્ણ છે કારણ કેભારત અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ઊંચા ટેરિફ વચ્ચે તેના નિકાસ સ્થળોનુંવૈવિધ્યીકરણ કરવા ઈચ્છે છે. યુરેશિયન આર્થિક સંઘ વાટાઘાટો ઉપરાંત, ભારત અન્ય ઘણી વેપાર ભાગીદારી પર પણ કામ કરી રહ્યું છે. ભારત, લેટિન અમેરિકન ટ્રેડિંગ બ્લોક, મર્કોસુર સાથે પ્રેફરન્શિયલ ટ્રેડ એગ્રીમેન્ટના બીજા તબક્કા માટે પણવાટાઘાટો કરી રહ્યું છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.