ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 24, 2025 9:28 એ એમ (AM)

printer

ભારત આજથી ચીનના નાગરિકોને પ્રવાસી વિઝા આપવાનું ફરી શરૂ કરશે

પાંચ વર્ષ બાદ ભારત આજથી ચીની નાગરિકોને પ્રવાસી વિઝા આપવાનું ફરી શરૂ કરશે. બેઇજિંગમાં ભારતીય દૂતાવાસે એક સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું હતું કે, ચીની નાગરિકો ઓનલાઈન અરજી પૂર્ણ કર્યા પછી,એપોઇન્ટમેન્ટ શેડ્યૂલ કર્યા બાદ અને બેઇજિંગ, શાંઘાઈ અને ગુઆંગઝુમાં ભારતીય વિઝા અરજી કેન્દ્રોમાં વ્યક્તિગત રીતે પાસપોર્ટ અને અન્ય જરૂરી દસ્તાવેજો સબમિટ કર્યા પછી ભારતમાં પ્રવાસી વિઝા માટે અરજી કરી શકે છે. બંને દેશો 2020માં ગલવાન ખીણમાં થયેલી અથડામણ બાદ તંગદિલી ઓછી કરવા અને સંબંધો સુધારવાનો પ્રયાસ કરી રહ્યા છે. અગાઉ બંને દેશોએ કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ કરવાનો પણ નિર્ણય લીધો હતો.