ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 15, 2025 7:58 એ એમ (AM)

printer

ભારત આજથી અમેરીકામાં આંતરરાષ્ટ્રીય ટપાલ સેવાઓ ફરી શરૂ કરશે

ભારત આજથી અમેરીકામાં આંતરરાષ્ટ્રીય ટપાલ સેવાઓ ફરી શરૂ કરી રહ્યંી છે. સંદેશાવ્યવહાર મંત્રાલયે એક પ્રકાશનમાં જણાવ્યું કે, ભારતીય ટપાલ વિભાગે અમેરિકન કસ્ટમ્સ અને સરહદ સુરક્ષા સાથે સંકલનમાં એક વ્યાપક સિસ્ટમ વિકાસ અને પાલન પદ્ધતિ સ્થાપિત કરી છે. આ નવી સિસ્ટમ કોઈપણ વધારાના ફી વિના સંપૂર્ણ નિયમનકારી પાલન, ઝડપી કસ્ટમ્સ ક્લિયરન્સ અને અમેરીકામાં સીમલેસ ટપાલ સેવા સુનિશ્ચિત કરશે. અમેરીકા કસ્ટમ્સ વિભાગના આયાત ડ્યુટી વસૂલાત માટેના નવા નિયમો અને વહીવટી સૂચનાના પગલે અમેરીકામાં ટપાલ સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી.