ઓક્ટોબર 14, 2024 2:20 પી એમ(PM)

printer

ભારત આગામી વર્ષે ISSF જુનિયરવિશ્વ કપની યજમાની કરશે

ભારત આગામી વર્ષે ISSF જુનિયરવિશ્વ કપની યજમાની કરશે. આંતરરાષ્ટ્રીય નિશાનેબાજી રમતગમત સંઘના પ્રમુખ લુસિયાનો રોસીએ ગઈકાલે નવી દિલ્હીમાં પત્રકાર પરિષદને સંબોધન કરતાં આ જાહેરાત કરી છે. તેમણે વિશ્વમાં શૂટિંગની વધતી લોકપ્રિયતામાં ભારતના યોગદાનની પ્રશંસા કરી હતી. આ પત્રકાર પરિષદમાં ભારતીય રાષ્ટ્રીય રાઇફલ સંઘના વડા કલિકેશ નારાયણ સિંહ દેવ પણ હાજર રહ્યા હતા.