ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 27, 2024 10:18 એ એમ (AM)

printer

ભારત આઈસીસી મહિલા ટી20 વર્લ્ડ કપ 2024માં તેના અભિયાનની શરૂઆત 4 ઓક્ટોબરે દુબઈમાં ન્યૂઝીલેન્ડ સામેની મેચ સાથે કરશે

ભારત આઈસીસી મહિલા ટી20 વર્લ્ડ કપ 2024માં તેના અભિયાનની શરૂઆત 4 ઓક્ટોબરે દુબઈમાં ન્યૂઝીલેન્ડ સામેની મેચ સાથે કરશે. જ્યારે બીજી મેચ 6 ઓક્ટોબરે તે જ સ્થળે કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ટકરાશે. ભારતની ત્રીજી મેચ 9 ઓક્ટોબરે શ્રીલંકા વિરુદ્ધ રમાશે. 13 ઓક્ટોબરે શારજાહમાં ગત ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે હાઈ-વોલ્ટેજ મેચ સાથે ભારત ગ્રુપ સ્ટેજ સમાપ્ત કરશે.
મહિલા T20 વર્લ્ડ કપ બાંગ્લાદેશમાં યોજાવાની હતી, પરંતુ તે થોડા અઠવાડિયા પહેલા જ સંયુક્ત આરબ અમીરાતમાં તબદીલ કરવામાં આવી હતી.
ટુર્નામેન્ટની બે સેમિફાઇનલ 17 અને 18 ઓક્ટોબરે દુબઈ અને શારજાહમાં રમાશે અને ફાઈનલ 20 ઓક્ટોબરે દુબઈમાં રમાશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.