ડિસેમ્બર 10, 2025 10:08 એ એમ (AM)

printer

ભારત-અમેરિકન વિદેશ કાર્યાલય પરામર્શમાં વિદેશ સચિવ વિક્રમ મિશ્રી અને યુએસના નાયબ વિદેશ સચિવ એલિસન હૂકરે બેઠકની સહ-અધ્યક્ષતા કરી

દિલ્હીમાં યોજાયેલ ભારત-અમેરિકન વિદેશ કાર્યાલય પરામર્શમાં વિદેશ સચિવ વિક્રમ મિશ્રી અને યુએસના નાયબ વિદેશ સચિવ એલિસન હૂકરે બેઠકની સહ-અધ્યક્ષતા કરી હતી. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે આ પરામર્શથી ભારત-અમેરિકન વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીની વ્યાપક સમીક્ષા કરવામાં આવી હતી. બંને પક્ષોએ વેપાર અને રોકાણ, સંરક્ષણ સહયોગ, ઉર્જા સહયોગ, ટેકનોલોજી, મહત્વપૂર્ણ ખનિજો અને વિશ્વસનીય પુરવઠા શૃંખલા સહિતના મુખ્ય દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
બેઠકમાં પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ હતી. બંને પક્ષોએ મુક્ત અને ખુલ્લા ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર માટે તેમની સહિયારી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. બંને દેશો “21મી સદીની લશ્કરી ભાગીદારી, ઝડપી વાણિજ્ય અને ટેકનોલોજી તકો” સહિત મુખ્ય ક્ષેત્રોમાં સહયોગ વધારવા સંમત થયા હતા.