ભારત અને સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંગઠને વિશ્વ કક્ષાના બ્લુ પોર્ટ વિકસાવવા માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. મત્સ્યઉદ્યોગ વિભાગે ભારતમાં બ્લુ પોર્ટ ના માળખાકીયવિકાસ ને મજબૂત બનાવવા માટે ટેકનિકલ સહયોગ કાર્યક્રમ કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
આ પહેલ હેઠળ, મત્સ્યઉદ્યોગ વિભાગે આજે તેનો પ્રથમ વેબિનારનું આયોજન કર્યું હતું. મત્સ્યઉદ્યોગ વિભાગના સચિવ ડૉ. અભિલક્ષ લખીએ રાષ્ટ્રીય ખાદ્ય અને પોષણ સુરક્ષાને મજબૂત બનાવવાના સરકારના વિઝન પર ભાર મૂક્યો હતો. દીવમાં વણકબારા, પુડુચેરીમાં કરાઈકલ અને ગુજરાતમાં જખૌ. દીવમાં વણકબારા, પુડુચેરીમાં કરાઈકલ અને ગુજરાતમાં જખૌ એમ ત્રણ પાયલોટ બંદરોને કુલ 369.8 કરોડ રૂપિયાના રોકાણ સાથે મંજૂરી આપવામાં આવી છે.
Site Admin | સપ્ટેમ્બર 18, 2025 8:06 પી એમ(PM)
ભારત અને સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંગઠને વિશ્વ કક્ષાના બ્લુ પોર્ટ વિકસાવવા કરાર કર્યા