સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામની અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાતનું સ્વાગત કર્યું છે. બંને દેશોના નાગરિકો ઘણુ બધુ સહન કરી ચૂક્યા હોવાનો ઉલ્લેખ કરીને ગુટેરેસે ઇઝરાયલ અને ઈરાનને યુદ્ધવિરામનું સંપૂર્ણ પાલન કરવા અને લડાઈ બંધ કરવા વિનંતી કરી છે.. મહાસચિવને આશા છે કે આ યુદ્ધવિરામ પ્રદેશના અન્ય સંઘર્ષોમાં પણ લાગુ થઈ શકે છે.
ગઈકાલે અગાઉ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધવિરામ સત્તાવાર રીતે અમલમાં આવી ગયો છે
Site Admin | જૂન 25, 2025 7:57 એ એમ (AM)
ભારત અને સંયુક્ત રાષ્ટ્ર સંઘે ઇરાન-ઇઝરાયેલ વચ્ચેના યુધ્ધ વિરામનું સ્વાગત કર્યુ..બીજી તરફ ઇઝરાયેલ પર હુમલા ચથાવત્ રાખવાની હુથીની જાહેરાત