ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જાન્યુઆરી 15, 2025 7:45 પી એમ(PM) | india shrilanka | police station

printer

ભારત અને શ્રીલંકા વચ્ચે વિકાસ ભાગીદારીને મજબૂત બનાવવા સમજૂતી કરાર પર હસ્તાક્ષર

ભારત અને શ્રીલંકાએ, બંને દેશો વચ્ચે વિકાસ ભાગીદારીને મજબૂત બનાવતા, શ્રીલંકાના ઉત્તરીય પ્રાંતના પોલીસ સ્ટેશનોને 80 સિંગલ કેબ સપ્લાય કરવા માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. આ સમજૂતી કરાર પર ભારતીય હાઈ કમિશનર સંતોષ ઝા અને શ્રીલંકાના જાહેર સુરક્ષા સચિવ D.W.R.B. સેનેવિરત્ને દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
આ પહેલનો હેતુ નાગરિકોની સલામતી વધારવા અને કાયદાના અમલીકરણમાં સુધારો કરવાનો છે. આ પ્રોજેક્ટ શ્રીલંકામાં ભારતના વ્યાપક લોકો-કેન્દ્રિત વિકાસ સહયોગ પ્રયાસોનો એક ભાગ છે, જે આવાસ, આરોગ્ય, શિક્ષણ અને કૃષિ જેવા ક્ષેત્રોને આવરી લે છે. આ પહેલ સ્થાનિક જરૂરિયાતોને સંતોષવા અને શ્રીલંકા સરકારની પ્રાથમિકતાઓને ટેકો આપવા માટેની ભારતની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.