ડિસેમ્બર 28, 2025 9:24 એ એમ (AM)

printer

ભારત અને શ્રીલંકા વચ્ચે આજે મહિલા ક્રિકેટમાં ચોથી T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાશે

ભારત અને શ્રીલંકા વચ્ચે આજે મહિલા ક્રિકેટમાં ચોથી T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાશે. આ મેચ આજે સાંજે સાત વાગ્યે કેરળના તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે શરૂ થશે. હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપ હેઠળ ભારત પાંચ મેચની શ્રેણી 3-0થી જીતી ચૂક્યું છે. શ્રેણીની પાંચમી મેચ મંગળવારે આ જ મેદાન પર રમાશે.