ભારત અને શ્રીલંકાએ મહત્વના ખનીજો અને તેના ઉત્ખનન ક્ષેત્રે સહકાર મજબૂત બનાવવા મંત્રણા કરી છે. કેન્દ્રીય ખાણ રાજ્ય મંત્રી સતીષચંદ્ર દૂબે અને શ્રીલંકાના ઉદ્યોગ વિકાસ મંત્રી સુનિલ હન્દુનેત્તીએ આજે દિલ્હીમાં દેશના આર્થિક વિકાસની દ્રષ્ટિએ મહત્વના ખનીજો અંગે ચર્ચા વિચારણા કરી હતી. આ પ્રસંગે શ્રી દૂબેએ પુનઃ પ્રાપ્ય ઉર્જા ક્ષેત્રે નિર્ધારીત લક્ષ્યાંકો હાંસલ કરવા લીથીયમ, ગ્રેફાઇટ સહિત મહત્વના કાચા માલનો પુરવઠો જળવાઇ રહે તે માટે હાથ ધરાયેલા ભારતીય ક્રિટિકલ મિનરલ મિશન અંગે માહિતી આપી હતી.
Site Admin | ફેબ્રુવારી 15, 2025 8:01 પી એમ(PM)
ભારત અને શ્રીલંકાએ મહત્વના ખનીજો અને તેના ઉત્ખનન ક્ષેત્રે સહકાર મજબૂત બનાવવા મંત્રણા કરી છે
