ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 16, 2024 7:44 પી એમ(PM)

printer

ભારત અને શ્રીલંકાએ આજે બેવડા કરવેરાથી બચવા અને આવકવેરાનાં સંદર્ભમાં રાજકોષીય ચોરી ટાળવા સમજૂતિનું આદાનપ્રદાન કર્યું

ભારત અને શ્રીલંકાએ આજે બેવડા કરવેરાથી બચવા અને આવકવેરાનાં સંદર્ભમાં રાજકોષીય ચોરી ટાળવા સમજૂતિનું આદાનપ્રદાન કર્યું હતું. નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે વચ્ચેની મંત્રણા બાદ આ સમજૂતિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. બંને પક્ષોએ શ્રીલંકાના સનદી અધિકારીઓની તાલીમ અને ક્ષમતા નિર્માણ અંગનાં સમજૂતિપત્રોનું પણ આદાનપ્રદાન કર્યું હતું.આ પ્રસંગે મહો-અનુરાધાપુરા સેક્શનમાં સિગ્નલ પ્રોજેક્ટ માટે શ્રીલંકાને એક કરોડ 49 લાખ ડોલરની સહાયની જાહેરાત કરવામાં આવી હતી. અખબારી નિવેદનમા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એ અંગે ખુશી વ્યક્ત કરી હતી કે શ્રી દિસાનાયકેએ પ્રમુખ તરીકે ચૂંટાયા બાદ પ્રથમ વિદેશ મુલાકાત તરીકે ભારતની પસંદગી કરી. તેમણે જણાવ્યું કે. ભારતે શ્રીલંકાને અત્યાર સુધી પાંચ અબજ ડોલરની શાખ અને ધિરાણ પૂરુ પાડ્યું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ