ભારત અને લક્ઝમબર્ગે વિજ્ઞાન, ટેકનોલોજી અને અવકાશ સંશોધનમાં સહયોગ વધારવા માટે તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. નવી દિલ્હીમાં મળેલી બેઠકમાં, વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહ અને લક્ઝમબર્ગના રાજદૂત ક્રિશ્ચિયન બિવરે યુરોપિયન બજારોમાં ભારતીય અવકાશ સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવાની તકો પર ચર્ચા કરી. મંત્રાલયે જણાવ્યું કે બેઠકમાં સાયબર સુરક્ષા, ક્વોન્ટમ ટેકનોલોજી અને કૃત્રિમ બુદ્ધિમત્તા જેવા નવીનતા-સંચાલિત ક્ષેત્રોમાં સંયુક્ત પહેલને આગળ ધપાવવા પર વિચારણા કરવામાં આવી હતી.
Site Admin | નવેમ્બર 7, 2025 9:16 એ એમ (AM)
ભારત અને લક્ઝમબર્ગે વિજ્ઞાન, ટેકનોલોજી અને અવકાશ સંશોધનમાં સહયોગ વધારવા માટે તેમની પ્રતિબદ્ધતા વ્યકત કરી