વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું, ભારત અને રશિયાની ભાગીદારી વધુ મજબૂત થઈ રહી છે અને નવા ક્ષેત્રો અને તકોની શોધ પણ કરવામાં આવી રહી છે. મોસ્કોમાં ભારત-રશિયા વેપાર મંચને સંબોધતા, તેમણે વધુ રોકાણો તથા આર્થિક સહયોગની નવી માર્ગ અપનાવવા હાકલ કરી.કોરોના મહામારી, સંઘર્ષો, રાજકીય અને આર્થિક પરિવર્તનો અને વેપાર અસ્થિરતાની અસર પર પ્રકાશ પાડતા, તેમણે કહ્યું કે આ બધાએ વિશ્વસનીય અને સ્થિર ભાગીદારોનું મહત્વ શીખવ્યું છે. ભારત-યુરેશિયન આર્થિક સંઘ FTA માટે સંદર્ભની શરતો વિશે બોલતા, ડૉ. જયશંકરે કહ્યું કે મુખ્ય ક્ષેત્રોમાં સંયુક્ત સાહસોને પ્રોત્સાહન આપવા, કનેક્ટિવિટી સુધારવા અને વેપાર સમાધાનો પર ચર્ચા થઈ રહી છે.
Site Admin | ઓગસ્ટ 21, 2025 8:24 એ એમ (AM)
ભારત અને રશિયાની ભાગીદારી વધુ મજબૂત થઈ રહી છે અને નવા ક્ષેત્રો અને તકોની શોધ પણ કરવામાં આવી રહી છે-વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર