ભારત અને યુરોપિયન સંઘ પરિવહન પ્રણાલીઓમાં સહયોગ વધારવા સંમત થયા છે. ગઈકાલે દાવોસમાં વિશ્વ આર્થિક મંચ દરમિયાન EU ટ્રાન્સપોર્ટ કમિશનર એપોસ્ટોલોસ ત્ઝિઝિકોસ્ટાસ અને નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુ વચ્ચે મુલાકાત થઈ હતી.
શ્રી નાયડુએ જણાવ્યું હતું કે આ બેઠકમાં ટકાઉ ઉડ્ડયન ઇંધણ, પર્યાવરણને અનુકૂળ પરિવહનને પ્રાથમિકતા આપવી અને ગ્રીન એવિએશન જેવા નવીનતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. ટકાઉપણું, નવીનતા અને પર્યાવરણને અનુકૂળ પરિવહન પ્રણાલીઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.
બંને પક્ષો એ સંકલન, સંયુક્ત પ્રમાણપત્ર, સાયબર સુરક્ષા અને ડ્રોન નિયમોમાં યુરોપિયન સંઘ ઊડ્ડયન સુરક્ષા એજન્સી અને નાગરિક ઊડ્ડયન મહાનિદેશાલય ડિરેક્ટોરેટ વચ્ચે સહયોગને મજબૂત કરવા સંમતિ થઈ હતી.
નાગરિક ઉડ્ડયન મંત્રીએ જણાવ્યું હતું કે સંયુક્ત કાર્યકારી જૂથોની સ્થાપના અને ટેકનોલોજી ટ્રાન્સફર કાર્યક્રમોના અમલીકરણ સહિત અનેક નવી પહેલો શરૂ કરવામાં આવશે. EU અને ભારત વચ્ચે સંબંધોને વધુ મજબૂત બનાવવા અને વૈશ્વિક ગ્રીન એવિએશન પહેલોમાં ભાગીદારી વધારવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો.
Site Admin | જાન્યુઆરી 23, 2026 3:20 પી એમ(PM)
ભારત અને યુરોપિયન સંઘ પરિવહન પ્રણાલીઓમાં સહયોગ વધારવા સંમત થયા.