ભારત અને યુરોપિયન સંઘ આગામી સપ્તાહે નવી દિલ્હીમાં EU-ભારત સમિટમાં નવી સુરક્ષા અને સંરક્ષણ ભાગીદારી પર હસ્તાક્ષર કરીને તેમના વ્યૂહાત્મક સંબંધોને મજબૂત બનાવશે. EU વિદેશ નીતિના વડા કાજા કલ્લાસે ગઈકાલે સાંજે ફ્રાન્સના સ્ટ્રાસબર્ગ ખાતે યુરોપિયન સંસદને સંબોધતા આ જાહેરાત કરી હતી.તેમણે કહ્યું હતું કે, આ કરાર દરિયાઈ સુરક્ષા, આતંકવાદ વિરોધી, સાયબર-સંરક્ષણ અને દરિયાઈ ક્ષેત્ર જાગૃતિ સહિતના મુખ્ય ક્ષેત્રોમાં સહયોગને વધુ ગાઢ બનાવશે, જેમાં ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સ્થિરતા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.EU વિદેશ નીતિના વડાએ જણાવ્યું હતું કે યુરોપિયન યુનિયન ભારતના સૌથી મોટા વેપારી ભાગીદારોમાંનું એક છે અને દેશને યુરોપની આર્થિક સ્થિતિસ્થાપકતા અને વ્યૂહાત્મક સ્થિરતા માટે અનિવાર્ય ગણાવ્યો હતો.શ્રીમતી કલ્લાસે કહ્યું હતું કે આ કરાર વધતી જતી વૈશ્વિક અસ્થિરતાને પહોંચી વળવા અને નિયમો-આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાનું રક્ષણ કરવા માટે સહિયારી પ્રતિબદ્ધતા દર્શાવે છે.
Site Admin | જાન્યુઆરી 22, 2026 3:55 પી એમ(PM)
ભારત અને યુરોપિયન સંઘ આગામી સપ્તાહે નવી દિલ્હીમાં EU-ભારત સમિટમાં નવી સુરક્ષા અને સંરક્ષણ ભાગીદારી પર હસ્તાક્ષર કરીને તેમના વ્યૂહાત્મક સંબંધોને મજબૂત બનાવશે