ભારત અને યુરોપિયન યુનિયન આજે નવી દિલ્હીમાં મુક્ત વેપાર કરાર પર વાટાઘાટો ફરી શરૂ કરશે.આ બે દિવસીય વાટાઘાટોનુ સત્ર યુરોપિયન યુનિયન અને ભારત વચ્ચેના મજબૂત આર્થિક સંબંધોને આગળ વધારશે. ઇન્ડિયા વર્લ્ડ એન્યુઅલ સમિટ 2025 ને સંબોધતા, ભારતમાં યુરોપિયન યુનિયન રાજદૂત હર્વે ડેલ્ફિને જણાવ્યું હતું કે વર્તમાન વાટાઘાટો મૂળભૂત રીતે નવા તબક્કાનું પ્રતિનિધિત્વ કરે છે, અને તેને ” યુરોપિયન યુનિયન -ભારત મુક્ત વેપાર કરાર વાટાઘાટો 2.0″ ગણાવી.ઉલ્લેખનીય છે કે યુરોપિયન યુનિયન ભારતનુ સૌથી મોટુ વેપારી ભાગીદાર છે, 2023-24માં બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર $137.5 બિલિયન સુધી પહોંચ્યો છે.
Site Admin | ડિસેમ્બર 8, 2025 7:57 એ એમ (AM)
ભારત અને યુરોપિયન યુનિયન આજે નવી દિલ્હીમાં મુક્ત વેપાર કરાર પર ફરી વાટાઘાટો શરૂ કરશે