ભારત અને યુરેશિયન ઇકોનોમિક યુનિયન-EAEU, જેમાં આર્મેનિયા, બેલારુસ, કઝાકિસ્તાન, કિર્ગિઝ રિપબ્લિક અને રશિયાનો EAEU સમાવેશ થાય છે, તેમણે મુક્ત વેપાર કરાર-FTA પર વાટાઘાટો શરૂ કરવા માટે સંદર્ભ શરતો પર હસ્તાક્ષર કર્યા છે.આ શરતો પર વાણિજ્ય વિભાગના અધિક સચિવ અજય ભાદુ અને યુરેશિયન ઇકોનોમિક કમિશનના વેપાર નીતિ વિભાગના નાયબ નિયામક મિખાઇલ ચેરેકાયવ દ્વારા મોસ્કોમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પ્રસ્તાવિત FTA નિકાસને વેગ આપશે, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને ટેકો આપશે.
Site Admin | ઓગસ્ટ 21, 2025 8:28 એ એમ (AM)
ભારત અને યુરેશિયન ઇકોનોમિક યુનિયન-EAEU મુક્ત વેપાર કરાર-FTA પર વાટાઘાટો શરૂ કરવા માટે સંદર્ભ શરતો પર હસ્તાક્ષર કર્યા