ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને તેમના મોરોક્કન સમકક્ષ અબ્દેલતિફ લૌડીએ મોરોક્કોના બેરેચિડમાં ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ (TASL)ના સંરક્ષણ ઉત્પાદન પ્લાન્ટનું સંયુક્ત રીતે ઉદ્ઘાટન કર્યું.ભારત અને મોરોક્કો વચ્ચે વિકસતી વ્યૂહાત્મક ભાગીદારીમાં ઉદ્ઘાટનને એક ઐતિહાસિક ક્ષણ ગણાવતા, શ્રી સિંહે જણાવ્યું કે આ સુવિધા TASL અને સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન દ્વારા સંયુક્ત રીતે ડિઝાઇન કરાયેલ સ્વદેશી રીતે વિકસિત વ્હીલ્ડ આર્મર્ડ પ્લેટફોર્મનું ઉત્પાદન કરશે.આ મોરોક્કો રાજ્યની સૌથી મોટી સંરક્ષણ ઉત્પાદન પ્લાન્ટએ ભારતીય ખાનગી કંપની દ્વારા સંચાલિત પ્રથમ પ્લાન્ટ છે.
Site Admin | સપ્ટેમ્બર 24, 2025 8:40 એ એમ (AM)
ભારત અને મોરોક્કના સરક્ષણ મંત્રીએ મોરક્કોમાં ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું
