માર્ચ 22, 2025 8:27 એ એમ (AM)

printer

ભારત અને મોંગોલિયાએ તેમની વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો

ભારત અને મોંગોલિયાએ તેમની વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. બંને દેશોના વરિષ્ઠ અધિકારીઓએ ગઈકાલે નવી દિલ્હીમાં દ્વિપક્ષીય સંબંધોની વ્યાપક સમીક્ષા કરી હતી અને મુખ્ય ક્ષેત્રોમાં સહયોગ અંગે ચર્ચા કરી હતી. ભારત અને મંગોલિયા વચ્ચે રાજદ્વારી સંબંધોની 70મી વર્ષગાંઠ નિમિત્તે ઉચ્ચ સ્તરીય સહયોગ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. વિદેશ મંત્રાલયના પૂર્વીય બાબતોના સચિવ જયદીપ મઝુમદાર અને મંગોલિયાના વિદેશ મંત્રાલયના સચિવ મુન્ખ્તુશિગ લખનાજાવે નવી દિલ્હીમાં બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી.
બંને પક્ષોએ દ્વિપક્ષીય વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવા અને ઉચ્ચ સ્તરીય સહયોગને પ્રોત્સાહન આપવા અંગે ચર્ચા કરી. બંને દેશોએ વિકાસ કાર્યોમાં સહકાર, શિક્ષણ, માહિતી ટેકનોલોજી, ઉર્જા, કનેક્ટિવિટી, સંસ્કૃતિ, ક્ષમતા નિર્માણ, ખાણકામ, સંરક્ષણ અને સુરક્ષા સહિત વિવિધ ક્ષેત્રોમાં સહયોગ અંગે પણ ચર્ચા કરી.
બંને પક્ષો તેમના રાજદ્વારી સંબંધોની 70મી વર્ષગાંઠની ઉજવણી માટે શ્રેણીબદ્ધ મહત્વપૂર્ણ પ્રવૃત્તિઓ યોજવા સંમત થયા. બંને દેશો વિદેશ કાર્યાલયના કાયદાને મહાસચિવ સ્તર સુધી અપગ્રેડ કરવા માટે પણ સંમત થયા.