કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે ભારત અને મેક્સિકો વચ્ચેનો સહયોગ બહુ-ક્ષેત્રીય હોઈ શકે છે. નાણામંત્રીએ મેક્સિકો સિટીમાં વેપાર અને રોકાણ સહયોગ વધારવા પર ઈન્ડિયા મેક્સિકો ટ્રેડ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ સમિટમાં ભાગ લેતી વખતે આ વાત કરી હતી. મેક્સિકો સિટીના આર્થિક વિકાસ મંત્રી મનોલા ઝબોલ્ઝા અલ્દામાએ પણ સમિટમાં હાજરી આપી હતી.
નાણામંત્રી સીતારમણે પોતાના સંબોધનમાં કહ્યું કે, બંને દેશો વચ્ચે આર્થિક સહયોગ વધારવાની અપાર સંભાવનાઓ છે. સિતારામણે જણાવ્યું હતું કે, ભારત રોકાણ માટે ખાસ કરીને ફાર્મા, ઉત્પાદન અને ઓટોમોટિવ ક્ષેત્રોમાં વિપુલ તકો પ્રદાન કરે છે.
નાણામંત્રીએ UPI જેવી પહેલ સાથે ફિનટેક સેક્ટરમાં 87 ટકાના દર સાથે ડિજિટલ અર્થતંત્રમાં વૈશ્વિક સ્તરે ભારતના વિકાસને પણ વર્ણવ્યો હતો.. ઇન્વેસ્ટમેન્ટ સમિટની દરમિયાન નાણામંત્રીની ઉપસ્થિતિમાં ભારતીય ઉદ્યોગ સંઘ અને કોન્સેજો કોઓર્ડિનેડર એમ્પ્રેસરિયલ વચ્ચેના એમઓયુ થયા હતા..
એક અન્ય કાર્યક્રમમાં, નાણામંત્રી નિર્મલા સીતારમણ મેક્સિકોના નાણા અને જાહેર ધિરાણ સચિવ ડો. રોજેલિયો રામિરેઝ ડે લા ઓ ને પણ મળ્યા હતા. મીટિંગ દરમિયાન, તેમણે મેક્સિકો સરકાર સાથે તેના અનુભવો શેર કરીને સહયોગ વધારવા માટે ભારતની ઈચ્છા વ્યક્ત કરી હતી.
Site Admin | ઓક્ટોબર 19, 2024 2:33 પી એમ(PM)
ભારત અને મેક્સિકો વચ્ચેનો સહયોગ બહુ-ક્ષેત્રીય હોઈ શકે છે: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ
