સપ્ટેમ્બર 29, 2025 8:06 પી એમ(PM)

printer

ભારત અને ભૂટાન બે સરહદ પાર રેલવે સંપર્ક સ્થાપિત કરવા સંમત થયા

ભારત અને ભૂટાન કુલ ચાર હજાર ૩૩ કરોડ રૂપિયાના ખર્ચે બે સરહદ પાર રેલવે સંપર્ક પરિયોજના સ્થાપિત કરવા સંમત થયા છે. જેમાં કોકરાઝાર-ગેલેફુ અને બનારહાટ-સમત્સેનો સમાવેશ થાય છે.
નવી દિલ્હીમાં એક સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતા, કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આ પરિયોજના ભૂટાનના બે શહેરો ગેલેફુ અને સમત્સેને જોડશે. તેમણે કહ્યું કે, આ બંને પરિયોજના ભારતીય રેલવે નેટવર્કથી આસામના કોકરાઝાર અને પશ્ચિમ બંગાળના બનારહાટમાં શરૂ થશે. શ્રી વૈષ્ણવે ઉમેર્યું હતું કે કોકરાઝાર-ગેલફુ વચ્ચેનો લગભગ 69 કિલોમીટર લાંબો રેલવે માર્ગ ત્રણ હજાર 456 કરોડ રૂપિયાના ખર્ચે બનાવાશે, જ્યારે 20 કિલોમીટર લાંબી બનારહાટ-સમત્સે રેલવે પરિયોજના 577 કરોડ રૂપિયાના ખર્ચે બનાવાશે.
આ પ્રસંગે, વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે ભારત દ્વારા ભૂટાન સાથે રેલવે જોડાણ પરિયોજનાનો આ પહેલો તબકકો હશે. તેમણે કહ્યું કે, આ કનેક્ટિવિટી માટે સમજૂતી કરાર ગયા વર્ષે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ભૂટાનની મુલાકાત દરમિયાન હસ્તાક્ષર કરાયા હતા.