ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

સપ્ટેમ્બર 30, 2025 9:38 એ એમ (AM)

printer

ભારત અને ભૂટાને પ્રથમ ક્રોસ-બોર્ડર રેલ્વે લિંક્નાવિકાસ માટે કરાર પર હસ્તાક્ષર કર્યા

વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ નવી દિલ્હીમાં તેમના ભૂટાનના સમકક્ષ ઓમ પેમા ચોડેન સાથે પરામર્શ કર્યો.આ બેઠક દરમિયાન, ભારત અને ભૂટાન વચ્ચે રેલ્વે લિંક્સની સ્થાપના માટે આંતર-સરકારી સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ સમજૂતી કરારમાં કોકરાઝાર અને ગેલેફુ, અને બનારહાટ અને સમત્સેને જોડતી ક્રોસ-બોર્ડર રેલ લિંક્સના પ્રથમ સેટની સ્થાપનાની કલ્પના કરવામાં આવી છે.આ પ્રોજેક્ટ્સ બંને દેશો વચ્ચે જોડાણ વધારવાના વ્યાપક પ્રયાસોનો એક ભાગ છે.આ પ્રોજેક્ટ આર્થિક અને લોકો-થી-લોકોના જોડાણોને મજબૂત બનાવશે. આ ઉપરાંત, તેમણે 1020 મેગાવોટ પુનાત્સંગચુ-2 હાઇડ્રોપાવર પ્રોજેક્ટના તમામ છ એકમોના સફળ કમિશનિંગનું સ્વાગત કર્યું, જે ઊર્જા ભાગીદારી પર ભારત-ભૂતાન સંયુક્ત વિઝનના અમલીકરણમાં એક મુખ્ય સીમાચિહ્નરૂપ છે.