ભારત અને બ્રિટને આજે એક મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા, જે વેપાર અને સંરક્ષણ સહિત વિવિધ ક્ષેત્રોમાં ભારત અને બ્રિટનની સહિયારી સમૃદ્ધિનો માર્ગ મોકળો કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચેકર્સ, બ્રિટન ખાતે મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા બાદ કહ્યું કે આજનો દિવસ ભારત અને બ્રિટન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં ઐતિહાસિક દિવસ છે. તેમણે ખુશી વ્યક્ત કરી કે ઘણા વર્ષોની મહેનત પછી, બંને દેશો વચ્ચે એક વ્યાપક આર્થિક અને વેપાર કરાર થયો છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે આ કરાર ભારત અને બ્રિટનની સહિયારી સમૃદ્ધિનો માર્ગ મોકળો કરે છે.
બ્રિટનના પ્રધાનમંત્રી કીર સ્ટાર્મરે કહ્યું કે આ કરાર યુરોપિયન સંઘથી અલગ થયા પછી બ્રિટનનો સૌથી મોટો અને આર્થિક રીતે સૌથી મહત્વપૂર્ણ વેપાર કરાર છે. પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વ અને વ્યવહારિકતા માટે આભાર માનતા, શ્રી સ્ટાર્મરે કહ્યું કે આ કરાર બંને દેશોને અપાર લાભ અપાવશે.
Site Admin | જુલાઇ 24, 2025 7:48 પી એમ(PM)
ભારત અને બ્રિટને મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા
