ભારત અને બેલ્જિયમે હિંદ- પ્રશાંત ક્ષેત્રમાં, વિષેશ દરિયાઈ ક્ષેત્રમાં સંરક્ષણ સહયોગની સંભાવનાઓ પર ચર્ચા કરી. સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે આજે નવી દિલ્હીમાં બેલ્જિયમની રાજકુમારી એસ્ટ્રિડ અને સંરક્ષણમંત્રી થિયો ફ્રેન્કેન સાથે મુલાકાત કરી. આ બેઠકમાં બંને દેશો વચ્ચે સંરક્ષણ ઔદ્યોગિક સહયોગ વધારવાના માર્ગો અને માધ્યમો પર ચર્ચા કરવામાં આવી હતી. શ્રી રાજનાથસિંહે સંરક્ષણ ક્ષેત્રમાં બેલ્જિયમના રોકાણનું સ્વાગત કર્યું. તેમણે કહ્યું કે બેલ્જિયમની કંપનીઓ ભારતમાં વિસ્તાર કરીને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. બંનેદેશો સંસ્થાકીય સંરક્ષણ સહયોગ માટે પણ સંમત થયા.
Site Admin | માર્ચ 3, 2025 7:36 પી એમ(PM)
ભારત અને બેલ્જિયમે હિંદ- પ્રશાંત ક્ષેત્રમાં, વિષેશ દરિયાઈ ક્ષેત્રમાં સંરક્ષણ સહયોગની સંભાવનાઓ પર ચર્ચા કરી