ભારત અને ફ્રાન્સે આ વર્ષે એપ્રિલમાં પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલાને વખોડ્યો છે. ફ્રાન્સમાં આયોજિત ભારત-ફ્રાન્સ સંયુક્ત કાર્યકારી જૂથ-JWG આતંકવાદ પ્રતિરોધની 17મી બેઠકમાં બંને પક્ષોએ સંબંધિત દેશોમાં વર્તમાન જોખમ મૂલ્યાંકન પર વિચારોનું આદાન-પ્રદાન કર્યું. ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ વિદેશ મંત્રાલયમાં આતંકવાદ પ્રતિરોધના સંયુક્ત સચિવ કે ડી દેવાલે કર્યું હતું, જ્યારે ફ્રેન્ચ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ ફ્રેન્ચ આતંકવાદ પ્રતિરોધ રાજદૂત ઓલિવિયર કેરોનએ કર્યું હતું.
વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે બંને પક્ષોએ સરહદ પાર આતંકવાદ, સંબંધિત પ્રદેશોમાં આતંકવાદી પ્રવૃત્તિઓ અને પશ્ચિમ એશિયામાં આતંકવાદી ખતરા સહિત આતંકવાદ વિરોધી પડકારોનું મૂલ્યાંકન કર્યું હતું.
Site Admin | સપ્ટેમ્બર 12, 2025 1:57 પી એમ(PM)
ભારત અને ફ્રાન્સે પહલગામ આતંકી હુમલાને વખોડ્યો
