ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ રોમુઆલ્ડેઝ માર્કોસ જુનિયરનું આજે સવારે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું તેમણે આજે રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ પણ આપી હતી.
આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ વચ્ચે ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ-સ્તરીય વાટાઘાટો યોજાશે. શ્રી માર્કોસ ભારતની પાંચ દિવસની સત્તાવાર મુલાકાતે છે વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે બંને નેતાઓ વચ્ચેની વાટાઘાટો દ્વિપક્ષીય સહયોગને વધુ મજબૂત બનાવશે.
Site Admin | ઓગસ્ટ 5, 2025 1:38 પી એમ(PM)
ભારત અને ફિલિપાઇન્સના વડા આજે નવી દિલ્હીમાં ઉચ્ચ પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો કરશે