ઓગસ્ટ 5, 2025 7:39 એ એમ (AM)

printer

ભારત અને ફિલિપાઇન્સના વડા આજે નવી દિલ્હીમાં ઉચ્ચ પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ફિલિપાઇન્સના રાષ્ટ્રપ્રમુખ ફર્ડિનાન્ડ રોમુઆલ્ડેઝ માર્કોસ જુનિયર આજે નવી દિલ્હીમાં ઉચ્ચ પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો કરશે. શ્રી માર્કોસ ભારતની પાંચ દિવસની સત્તાવાર મુલાકાતે છે. વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, બંને નેતાઓ વચ્ચેની વાટાઘાટો દ્વિપક્ષીય ભાગીદારીને વધુ મજબૂત બનાવશે.
વાટાઘાટો દરમિયાન, ભારત અને ફિલિપાઇન્સના દ્વિપક્ષીય સંબંધોના તમામ પાસાઓની સમીક્ષા કરવામાં આવશે.