ભારત અને ફિજીએ આતંકવાદ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતાનો પુનરોચ્ચાર કર્યો છે અને આતંકવાદ મામલે બેવડા ધોરણોને નકારી કાઢ્યા છે. નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ફિજીના પ્રધાનમંત્રી સિતેની રાબુકા વચ્ચેની દ્વિપક્ષીય વાટાઘાટો દરમિયાન, બંને નેતાઓ આતંકવાદ સામે સહયોગ મજબૂત કરવા સંમત થયા હતા અને તેના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓમાં આતંકવાદની ટિકા કરી હતી. બંને નેતાઓએ આ વર્ષે એપ્રિલમાં જમ્મુ અને કાશ્મીરમાં 26 નિર્દોષ નાગરિકોના જીવ લેનારા પહેલગામ આતંકવાદી હુમલાની ટિકા કરી હતી.
આજે નવી દિલ્હીમાં મીડિયાને સંક્ષિપ્ત કરતા, વિદેશ મંત્રાલયના સચિવ નીના મલ્હોત્રાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સિતેની રાબુકાની ઉપસ્થિતિમાં નવ દ્વિપક્ષીય દસ્તાવેજો પર હસ્તાક્ષર થયાં હતા.
તેમણે કહ્યું કે, વાટાઘાટોમાં રાજકીય સહયોગ, ઉચ્ચ-સ્તરીય જોડાણો, વેપાર, કૃષિ, શિક્ષણ, આરોગ્યસંભાળ, ગતિશીલતા, સંરક્ષણ, ક્ષમતા નિર્માણ અને લોકો-થી-લોકોના સંબંધો સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી..બંને નેતાઓએ સંરક્ષણ અને દરિયાઈ સુરક્ષા સહયોગને વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
Site Admin | ઓગસ્ટ 25, 2025 7:54 પી એમ(PM)
ભારત અને ફિજીએ આતંકવાદ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતાનો પુનરોચ્ચાર કર્યો
