ભારત અને પાકિસ્તાન વચ્ચે ગઈકાલે સાંજે ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ-ડીજીએમઓ સ્તરની વાતચીત થઈ હતી. ભારતીય સેનાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે બંને પક્ષો ગોળીબાર નહીં કરવાઅને એકબીજા સામે કોઈ આક્રમક અને પ્રતિકૂળ કાર્યવાહી નહિ કરવા સમંત થયા હતા. આ ઉપરાંત બંને પક્ષોએ સરહદો સહિતના વિસ્તારોમાંથી સૈનિકોની સંખ્યામાં ઘટાડો સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક પગલાં લેવા પણ સંમતિ વ્યક્ત કરી. ભારતીય સેનાએ કહ્યું છે કે હાલમાં સરહદી વિસ્તારોમાં કોઈ ડ્રોન કાર્યવાહી જોવા મળી નથી અને પરિસ્થિતિ સામાન્ય અને નિયંત્રણમાં છે
Site Admin | મે 13, 2025 7:48 એ એમ (AM)
ભારત અને પાકિસ્તાન વચ્ચે ગઈકાલે DGMO સ્તરની વાટાઘાટો યોજાઈ