ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત થયા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાને એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, NSA અજિત ડોભાલ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અને ત્રણેય સશસ્ત્ર દળોના વડાઓએ હાજરી આપી હતી.દરમિયાન, કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહને ગઈકાલે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પાકિસ્તાન સાથે સરહદ ધરાવતા રાજ્યોના મુખ્ય સચિવો સાથે બેઠક યોજી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે, તેમને સરહદ પારથી કોઈપણ ગોળીબાર થાય તો સતર્ક રહેવા અને નાગરિક સંરક્ષણ તંત્રને સક્રિય કરવા કહેવામાં આવ્યું છે.
Site Admin | મે 11, 2025 9:34 એ એમ (AM)
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત થયા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાને એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી