મે 8, 2025 9:11 એ એમ (AM)

printer

ભારત અને પાકિસ્તાન તણવા વચ્ચે ઇરાનના વિદેશ મંત્રી ભારતની બે દિવસની મુલાકાતે

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ઈરાનના વિદેશ મંત્રી ડૉ. અબ્બાસ અરાઘચી બે દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા છે. તેઓ ભારત અને ઈરાન વચ્ચે 20મી સંયુક્ત કમિશન બેઠકની સહ-અધ્યક્ષતા કરશે. ગયા વર્ષે ઓગસ્ટમાં ઈરાનના વિદેશ મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યા પછી ડૉ. અરાઘચીની આ ભારતની પહેલી મુલાકાત છે.વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, ભારત-ઈરાન મિત્રતા સંધિ પર હસ્તાક્ષરની 75મી વર્ષગાંઠ નિમિત્તે સંયુક્ત કમિશન બેઠક યોજાઈ રહી છે. બેઠકમાં બંને દેશો વચ્ચે પરસ્પર હિતના મુદ્દાઓ અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા માટે આગળ વધવાની રીતોની સમીક્ષા કરવામાં આવશે.