ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 23, 2024 9:17 એ એમ (AM)

printer

ભારત અને પાકિસ્તાને શ્રી કરતારપુર સાહિબ કોરિડોર કરારની સમયમર્યાદા વધુ પાંચ વર્ષ માટે લંબાવી

ભારત અને પાકિસ્તાને શ્રી કરતારપુર સાહિબ કોરિડોર સમજૂતીની સમયમર્યાદા પાંચ વર્ષ માટે વધારવા અંગે સહમતી વ્યક્ત કરી છે. ભારતથી પાકિસ્તાનના કરતારપુરમાં સ્થિત ગુરુદ્વારા દરબાર સાહિબ સુધી શ્રદ્ધાળુઓની સુવિધાજનક યાત્રાના હેતુથી 24 ઑક્ટોબર 2019માં બંને દેશોએ કરાર કર્યા હતા. જેની સમય મર્યાદા પાંચ વર્ષની રાખવામાં આવી હતી.
વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે કરારની સમય મર્યાદા વધવાથી શ્રદ્ધાળુઓ માટે શ્રી કરતારપુર સાહિબ કૉરિડોરનું નિર્વિરોધ સંચાલન સુનિશ્ચિત બનશે.
પ્રતિ વ્યક્તિ વીસ ડૉલરનો પ્રવાસ વેરો હટાવવાની શ્રદ્ધાળુઓની અપીલને પગલે ભારત સરકારે પાકિસ્તાનને આ પ્રકારનો વેરો નહીં લેવા અપીલ કરી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં વિદેશમંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકરે કહ્યું છે કે નરેન્દ્ર મોદી સરકાર શિખ સમુદાયને તેમના પવિત્ર તીર્થ સ્થળ સુધી લઈ જવાની આ સેવાને ચાલુ રાખશે.