ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 9, 2025 8:34 એ એમ (AM)

printer

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મુક્ત વેપાર કરાર પર ચોથા તબક્કાની વાટાઘાટો પૂર્ણ થઈ

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મુક્ત વેપાર કરાર પર ચોથા તબક્કાની વાટાઘાટો પૂર્ણ થઈ છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું હતું કે વાટાઘાટો માલ અને સેવાઓમાં વેપાર, આર્થિક સહયોગ જેવા મુખ્ય ક્ષેત્રો પર કેન્દ્રિત હતી. બંને પક્ષોએ જણાવ્યું હતું કે ચર્ચાઓ સકારાત્મક હતી અને મજબૂત, આધુનિક અને સંતુલિત વેપાર ભાગીદારીના સહિયારા ધ્યેયને પ્રતિબિંબિત કરે છે.
મંત્રાલયે જણાવ્યું હતું કે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ અને ન્યુઝીલેન્ડના વેપાર મંત્રી ટોડ મેક્લેએ અત્યાર સુધી થયેલી પ્રગતિનું સ્વાગત કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આ કરાર વેપારને પ્રોત્સાહન આપવા, રોકાણ આકર્ષવા, સપ્લાય ચેઇનને મજબૂત બનાવવામાં અને બંને દેશોમાં વ્યવસાયો માટે વધુ સારી બજાર ઍક્સેસ પ્રદાન કરવામાં મદદ કરશે. મંત્રાલયે જણાવ્યું હતું કે પ્રસ્તાવિત મુક્ત વેપાર કૃષિ, ખાદ્ય પ્રક્રિયા, નવીનીકરણીય ઉર્જા, ફાર્માસ્યુટિકલ્સ, શિક્ષણ અને સેવાઓ જેવા ક્ષેત્રોમાં નવી તકોની સંભાવના છે. બંને પક્ષોના લાભ માટે મુક્ત વેપાર કરારને ટૂંક સમયમાં અંતિમ સ્વરૂપ આપવાની પ્રતિબદ્ધતા પણ દોહરાવી હતી.