ભારત અને ન્યુઝીલેન્ડ આજે પૂણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે શ્રેણીની બીજી ટેસ્ટમાં ટકરાશે. મેચ સવારે 9:30 વાગ્યે શરૂ થશે. ભારત શ્રેણીની પ્રથમ મેચમાં હાર્યા બાદ પુનરાગમન કરવા પર ધ્યાન કેન્દ્રીત કરશે.
પ્રથમ ટેસ્ટમાં, ન્યુઝીલેન્ડે બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે ભારત સામે ઐતિહાસિક વિજય મેળવ્યો હતો. 1988 પછી ભારતમાં તેમની પ્રથમ ટેસ્ટ જીત અને ભારતીય ધરતી પર 37 મેચોમાં તેની માત્ર ત્રીજી જીત હતી. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં સ્થાન મેળવવા અંતિમ હરિફાઇ ચાલી રહી હોવાથી ભારતે આ મેચ જીતવી જ પડશે, કારણ કે તેણે નવેમ્બરના છેલ્લા સપ્તાહમાં
પડકારજનક બોર્ડર-ગાવસ્કર ટ્રોફી શ્રેણી રમવાની છે.
Site Admin | ઓક્ટોબર 24, 2024 8:58 એ એમ (AM) | બીજી ટેસ્ટ
ભારત અને ન્યુઝીલેન્ડ આજે પૂણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે શ્રેણીની બીજી ટેસ્ટમાં ટકરાશે. મેચ સવારે 9:30 વાગ્યે શરૂ થશે.
