ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 17, 2025 7:43 પી એમ(PM) | કરારો

printer

ભારત અને ન્યુઝીલેન્ડે સંરક્ષણ, શિક્ષણ, રમતગમત, બાગાયત અને વનીકરણ ક્ષેત્રે પાંચ કરારો પર હસ્તાક્ષર કર્યા

ભારત અને ન્યુઝીલેન્ડે સંરક્ષણ, શિક્ષણ, રમતગમત, બાગાયત અને વનીકરણ ક્ષેત્રે પાંચ કરારો પર હસ્તાક્ષર કર્યા છે. બંને પક્ષોએ અધિકૃત આર્થિક પરસ્પર માન્યતા કરારનું પણ આદાનપ્રદાન કર્યું. આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમના ન્યુઝીલેન્ડ સમકક્ષ ક્રિસ્ટોફર લક્સન વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો બાદ આ કરારોનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું.
બેઠક બાદ સંયુક્ત પ્રેસ નિવેદનમાં, પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે, તેમણે દ્વિપક્ષીય સંબંધોના વિવિધ પાસાઓ પર વિગતવાર ચર્ચા કરી હતી અને સંરક્ષણ અને સુરક્ષા ભાગીદારીને મજબૂત અને સંસ્થાકીય બનાવવાનો નિર્ણય લીધો હતો.
શ્રી મોદીએ ભાર મૂક્યો કે, ભારત અને ન્યુઝીલેન્ડ આતંકવાદી, અલગતાવાદી અને કટ્ટરપંથી તત્વો સામે સહયોગ યથાવત રાખશે.
બાદમાં મીડિયાને માહિતી આપતા, વિદેશ મંત્રાલયના સચિવ (પૂર્વ) જયદીપ મઝુમદારે ખાલિસ્તાની તત્વો પરની ચર્ચા અંગેના પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, બંને નેતાઓ વચ્ચેની વાતચીત દરમિયાન આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.