ભારત અને ન્યુઝીલેન્ડે ઐતિહાસિક, મહત્વાકાંક્ષી અને પરસ્પર લાભદાયી મુક્ત વેપાર કરાર (FTA) કર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમના ન્યુઝીલેન્ડ સમકક્ષ ક્રિસ્ટોફર લક્સને આજે આ જાહેરાત કરી. શ્રી મોદીએ આજે શ્રી લક્સન સાથે ટેલિફોન પર વાતચીત કરી.
આ વર્ષે માર્ચમાં શ્રી લક્સનની ભારત મુલાકાત દરમિયાન વાટાઘાટો શરૂ થઈ હતી. બંને નેતાઓ સંમત થયા હતા કે નવ મહિનાના રેકોર્ડ સમયમાં FTAનો અમલ સંબંધોને વધુ ગાઢ બનાવશે.
આ કરારને કારણે બંને દેશોના બજારની પહોંચ વધશે, રોકાણ વધશે, બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક સહયોગને મજબૂત બનાવશે. નવીનતાઓ, ઉદ્યોગસાહસિકો, ખેડૂતો, MSME, વિદ્યાર્થીઓ અને યુવાનો માટે બંને દેશોમાં નવી તકો પણ ઉભી થશે.
Site Admin | ડિસેમ્બર 22, 2025 1:42 પી એમ(PM)
ભારત અને ન્યુઝીલેન્ડે ઐતિહાસિક, મહત્વાકાંક્ષી અને પરસ્પર લાભદાયી મુક્ત વેપાર કરાર (FTA) કર્યો