ડિસેમ્બર 31, 2024 7:40 પી એમ(PM)

printer

ભારત અને નેપાળની સંયુક્ત સૈન્ય કવાયત સૂર્ય કિરણનો આજથી આરંભ થયો છે

ભારત અને નેપાળની સંયુક્ત સૈન્ય કવાયત સૂર્ય કિરણનો આજથી આરંભ થયો છે.સુરક્ષા અને દ્વિપક્ષીય સંબંધોનો વિસ્તાર કરવાના  ઉદ્દેશ્ય સાથે સૈન્ય અભ્યાસની 18મી આવૃત્તિનો આજે લુમ્બિની પ્રાંતના રૂપાંદેહી ખાતેથી આરંભ થયો હતો. જંગલ યુદ્ધ, દુર્ગમ વિસ્તારમાં  આતંકવાદ વિરોધી અભિયાન,યુએનચાર્ટર મુજબ શાંતિ રક્ષા મિશનની સ્થાપના માટેનો ઓપરેશન,આપત્તિ વ્યવસ્થાપન અને રાહત એકત્રીકરણમાં માનવતાવાદી સહાય,આંતરિક ક્ષમતા નિર્માણ અને પર્યાવરણ સંરક્ષણ જેવા પાંસાઓને સાંકળીને સૂર્યકિરણનો આરંભ થયો છે. બે સપ્તાહની આ તાલીમમાં નેપાળી સેનાની જંગ બટાલિયન અને ભારતીય સેનાની 11મી ગોરખા રાઈફલ ભાગ લઇ રહી છે.ભારત અને નેપાળ વચ્ચેની સંયુક્ત સૈન્ય કવાયતનો પ્રારંભ 2010માં થયો હતો.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.