ડિસેમ્બર 21, 2025 2:30 પી એમ(PM)

printer

ભારત અને નેધરલેન્ડ્સે ગુજરાતના લોથલમાં નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ પર સહયોગ માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા

ભારત અને નેધરલેન્ડ્સે ગુજરાતના લોથલમાં નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ પર સહયોગ માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા. સર્બાનંદ સોનોવાલે જણાવ્યું, “આ કરારનો ઉદ્દેશ્ય દરિયાઈ વારસો, સંગ્રહાલય ડિઝાઇન અને સાંસ્કૃતિક આદાનપ્રદાનમાં વૈશ્વિક સહયોગને પ્રોત્સાહન આપવાનો છે.
વિદેશ મંત્રી ડો. એસ. જયશંકર અને ડચ વિદેશ મંત્રી ડેવિડ વાન વીલ વચ્ચે દ્વિપક્ષીય બેઠક દરમિયાન આ સમજૂતી કરારનું આદાન પ્રદાન કરવામાં આવ્યું હતું. આ કરાર હેઠળ બંને પક્ષો દરિયાઈ સંગ્રહાલય ડિઝાઇન, ક્યુરેશન અને સંરક્ષણમાં જ્ઞાન, કુશળતા અને શ્રેષ્ઠ પ્રથાઓનું આદાનપ્રદાન કરવા માટે સહયોગ કરશે.
આ ભાગીદારી સંયુક્ત પ્રદર્શનો, સંશોધન પ્રોજેક્ટ્સ અને સાંસ્કૃતિક વિનિમય કાર્યક્રમોને પણ પ્રોત્સાહન આપશે તેમજ મુલાકાતીઓના અનુભવ, શિક્ષણ અને જાહેર સંપર્કને સુધારવા માટે નવા વિકલ્પોની ચર્ચા કરશે.