કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ક્રિકેટ ટેસ્ટ મેચના બીજા દિવસે આજે ભારત પોતાની પહેલી ઈનિંગને આગળ વધારશે. ગઈકાલે પહેલા દિવસની રમતના અંતે ભારતે એક વિકેટે 37 રન બનાવ્યા હતા. કે.એલ. રાહુલ 13 રન અને વોશિંગ્ટન સુંદર 6 રન સાથે રમતમાં છે.અગાઉ બેટિંગ કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમ પોતાની પહેલી ઈનિંગમાં 159 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. જસપ્રીત બુમરાહે પાંચ વિકેટ લીધી હતી, જ્યારે મોહમ્મદ સિરાજ અને કુલદીપ યાદવે બે-બે વિકેટ લીધી હતી.દક્ષિણ આફ્રિકા સામે ભારતનો ઘરઆંગણે શ્રેણીમાં સારો રેકોર્ડ છે, જેણે 19 ટેસ્ટ મેચમાંથી 11 મેચ જીતી છે. શ્રેણીની બીજી મેચ 22 નવેમ્બરથી ગુવાહાટીમાં રમાશે.
Site Admin | નવેમ્બર 15, 2025 9:09 એ એમ (AM)
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પ્રથમ ક્રિકેટ ટેસ્ટ મેચના બીજા દિવસે આજે ભારત પોતાની પહેલી ઈનિંગને આગળ વધારશે