નવેમ્બર 10, 2024 8:49 એ એમ (AM) | T-20 ક્રિકેટ શ્રેણી

printer

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચાર મેચની T-20 ક્રિકેટ શ્રેણીની બીજી મેચ આજે સાંજે ગકેબરહા ખાતે રમાશે.

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચાર મેચની T-20 ક્રિકેટ શ્રેણીની બીજી મેચ આજે સાંજે ગકેબરહા ખાતે રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 8.30 વાગ્યે શરૂ થશે. શુક્રવારે રમાયેલી શ્રેણીની પ્રથમ મેચમાં ભારતે યજમાન દક્ષિણ આફ્રિકાની ટીમને 61 રને હરાવ્યું હતું.
પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં આઠ વિકેટે 202 રન બનાવ્યા હતા. જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમે માત્ર 141 રન કર્યા હતા. શ્રેણીની ત્રીજી મેચ બુધવારે સેન્ચુરિયનમાં અને ચોથી મેચ શુક્રવારે જોહાનિસબર્ગમાં રમાશે.