ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી T20 ક્રિકેટ મેચ આજે સાંજે 7 વાગ્યે ચંદીગઢના મહારાજા યાદવિન્દ્ર સિંહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે.સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં ભારતીય ટીમ પાંચ મેચની T20 શ્રેણીમાં 1-0થી આગળ છે. કટકમાં રમાયેલી પ્રથમ મેચમાં ભારતે, દક્ષિણ આફ્રિકાને 101 રનથી હરાવ્યું હતું. હાર્દિક પંડ્યાની વાપસીથી ટીમ મજબૂત બની છે. વાઇસ-કેપ્ટન શુબમન ગિલે પણ ટીમમાં વાપસી કરી છે. શ્રેણીની ત્રીજી મેચ ધર્મશાળામાં, ચોથી લખનૌમાં અને અંતિમ મેચ અમદાવાદમાં રમાશે.
Site Admin | ડિસેમ્બર 11, 2025 8:25 એ એમ (AM)
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી T20 ક્રિકેટ મેચ આજે સાંજે ચંદીગઢ ખાતે રમાશે