ડિસેમ્બર 9, 2025 7:35 એ એમ (AM)

printer

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પાંચ મેચની T20 શ્રેણીનો આજથી પ્રારંભ

ક્રિકેટમાં, ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પાંચ મેચની T20 શ્રેણીનો આજથી પ્રારંભ થશે. પહેલી મેચ ઓડિશાના કટકના બારાબતી સ્ટેડિયમમાં સાંજે 7 વાગ્યે રમાશે.દરમિયાન, કેપ્ટન સૂર્યકુમાર યાદવે જણાવ્યું કે, હાર્દિક પંડ્યા અને શુભમન ગિલ બંને ઈજા પછી શ્રેણીમાં પાછા ફરવા માટે તૈયાર છે.શ્રેણીની બીજી મેચ ગુરુવારે ચંદીગઢના મુલ્લાનપુરમાં, ત્રીજી ધર્મશાળામાં, ચોથી લખનૌમાં અને અંતિમ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે