ઓગસ્ટ 20, 2024 9:20 એ એમ (AM) | #aakahvani #aakashvaninews

printer

ભારત અને જાપાનના મંત્રીઓ તેમજ પ્રતિનિધિઓ આજે નવીદિલ્હીમાં દ્વીપક્ષીય સંવાદ કરશે

ભારત અને જાપાનના મંત્રીઓ તેમજ પ્રતિનિધિઓ આજે નવીદિલ્હીમાં દ્વીપક્ષીય સંવાદ કરશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને વિદેશ મંત્રી ડૉ.એસ. જયશંકર, જાપાનના સંરક્ષણ મંત્રી કિહારા મિનોરુ અને વિદેશ મંત્રી યોકો કામાકાવા આ બેઠકમાં ભાગ લેશે. આ દ્વીપક્ષીય સંવાદની સાથે રાજનાથસિંહ જાપાનમાં તેમની સમકક્ષ સાથે બેઠક કરશે. આ બેઠકમાં મંત્રીઓ દ્વિપક્ષીય સહયોગની સમીક્ષા તેમજ બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવા માટે નવી તકો અંગે ચર્ચા કરશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.