જાન્યુઆરી 13, 2026 9:06 એ એમ (AM)

printer

ભારત અને જર્મની વચ્ચે વધતા વેપાર અને રોકાણ સંબંધોએ વ્યૂહાત્મક ભાગીદારીમાં નવી ઉર્જાનો સંચાર કર્યો – પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ભારત અને જર્મની વચ્ચે વધતા વેપાર અને રોકાણ સંબંધોએ વ્યૂહાત્મક ભાગીદારીમાં નવી ઉર્જાનો સંચાર કર્યો છે. ભારત અને જર્મનીએ ગઇકાલે 19 મહત્વપૂર્ણ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે અને આઠ મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે. આર્થિક મોરચે બંને નેતાઓએ વ્યાપાર અને રોકાણને પ્રોત્સાહન આપવા માટે સીઈઓ (CEO) ફોરમની સ્થાપનાનું સ્વાગત કર્યું. પર્યાવરણ સ્થિરતા માટે જર્મનીએ હરિત અને ટકાઉ વિકાસ ભાગીદારી હેઠળ 1.24 બિલિયન યુરોની નવી ભંડોળ પ્રતિબદ્ધતાની પણ જાહેરાત કરી. તેમણે ભારતના રાષ્ટ્રીય હરિત હાઈડ્રોજન મિશન હેઠળના સૌથી મોટા ‘ઓફટેક’ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હોવાનું પણ સ્વાગત કર્યું. સાંસ્કૃતિક મોરચે જર્મન મેરીટાઇમ મ્યુઝિયમના સહયોગથી અમદાવાદ પાસે આવેલા લોથલમાં રાષ્ટ્રીય દરિયાઈ વિરાસત સંકુલના વિકાસ માટે પણ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.