ઓક્ટોબર 3, 2025 9:44 એ એમ (AM)

printer

ભારત અને ચીન સીધી હવાઈ સેવાઓ ફરી શરૂ કરવા સંમત થયા

ભારત અને ચીન ઓક્ટોબરના અંત સુધીમાં બંને દેશોમાં નિર્ધારિત સ્થળોને જોડતી સીધી હવાઈ સેવાઓ ફરી શરૂ કરવા સંમત થયા છે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે બંને દેશોના નાગરિક ઉડ્ડયન અધિકારીઓ સીધી હવાઈ સેવાઓ ફરી શરૂ કરવા અને સુધારેલા હવાઈ સેવા કરાર પર તકનીકી સ્તરની ચર્ચામાં રોકાયેલા છે.